________________
વસ્તુપાળ-તેજપાળ
કરવા લાગ્યા. આ ઈંડમાંથી થોડું ઘણું ધન મળ્યુ એટલે કેટલુ ક લશ્કર તૈયાર કર્યું. પછી બધા રાજકારભાર થાડા વખત માટે તેજપાળને સોંપ્યા અને પોતે લશ્કર લઈને રાજાની સાથે ચાલ્યા. જે જે ગામના મુખીએ રાજ્યનું લેણું આપતા ન્હાતા તેમની પાસેથી વસુલ કર્યું. જે ટાંકારીએ ખ’ડણી ભરવી બંધ કરી હતી તેમની પાસેથી બધી ખ’ડણી વસુલ કરી. આ પ્રકારે આખા રાજ્યમાં ફરી રાજ્યની તિજોરી તર કરી. સધળી જગાએ વ્યવસ્થા ને શાંતિ દાખલ કરી.
હવે વસ્તુપાળે મળેલા ધનથી મજબૂત લશ્કર તૈયાર કર્યું અને સરહદ પરના રાજને જીતવાની તૈયારી કરી.
તે વખતે કાઠિયાવાડમાં બહુ અંધાધુંધી ચાલતી હતી. રાજાએ પણ યાત્રાળુઓને લૂટતા હતા. આથી વસ્તુપાળ સહુ પહેલાં કાઠિયાવાડ તરફ ચાલ્યા. ત્યાં ધણાખરા રાજાએાને વશ કરી લીધા. એમ કરતાં તે વણથલી આગળ આવ્યા. ત્યાં રાણા વીરધવળના સાળા સાંગણુ ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com