________________
વસ્તુપાળ-તેજપાળ ચુકાશે નહિ. અને રાજસેવા કરતાં આપની પાસે કોઈ ચાડી ચુગલી કરે ને અમારે જવાનો વખત આવે તે પણ અમારી પાસે જ ત્રણ લાખ ટકા ધન છે તે રહેવા દેવું પડશે. જો આપ આ બાબતોનું વચન રાજગોરની સાક્ષીએ આપે તે અમે આપની સેવા કરવા તૈયાર છીએ. નહિતર આપનું કલ્યાણ થાઓ.’
રાજાએ તે પ્રમાણે વચન આપી વસ્તુપાળને ધોળકા તથા ખંભાતના મહામંત્રી બનાવ્યા અને તેજપાળને સેનાધિપતિ બનાવ્યા.
વસ્તુપાળ મહામંત્રી બન્યા તે વખતે તિજોરીમાં પૈસે હોતે, રાજયમાં ન્યાય નહોતે. અમલદારે ભારે લાંચ લેતા ને રાજની ઉપજ પિતાનાજ ખીસ્સામાં મુકતા. તેમને દબાવી શકે એવું બળ કોઇનામાં હતું. આ બધી હકીકત બરાબર ધ્યાનમાં લઈ વસ્તુપાળે પિતાનું કામ શરૂ કર્યું. - તેઓ સજજનેને સત્કાર કરવા લાગ્યા અને લાંચિયા અમલદારોને પકડી તેમને દંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com