________________
વસ્તુપાળ-તેજપાળ
થોડા વખત પછી પ્રેમાળ માતા પણ ગુજરી ગયાં એટલે તેમને બહુ શોક થશે. તે તે શોક દૂર કરવા તેઓ શત્રુંજયની યાત્રાએ ગયા. પવિત્ર તીર્થ શત્રુંજયની યાત્રા કરતાં કેનું મન શાંત ન થાય? તેના પવિત્ર વાતાવરણે આ બન્ને ભાઈઓને શેક દૂર કર્યો. ત્યાંથી તેઓ પાછા ફર્યા ને રાજસેવાની ઈચ્છાથી રસ્તામાં ધોળકા ગામે રોકાયા. અહીં તેમને રાજગોર સેમેશ્વર સાથે ભાઈબંધી થઈ.
આ વખતે ગુજરાતની સ્થિતિ બહુ ડામડળ છે. તેથી રાણે વિરધવળ વિચાર કરે છે: “જે બાહોશ પ્રધાન ને બાહોશ સેનાધિપતિ મળી જાય તો મારા મનોરથ ફળે.'
રાજગોરે જાણ્યું કે રાજાજી પ્રધાન ને સેનાધિપતિને શોધવાની ચિંતામાં છે એટલે તે રાજા પાસે ગયા ને વાત કરીઃ “મહારાજ ! ચિંતા દૂર કરો. જેની આપ શોધ કરી રહ્યા છો એવા બે રત્ન આ નગરમાં આવેલાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com