________________
વરતુપાળ-તેજપાળ ત્રણ દીકરા ને સાત દીકરીઓ. દીકરાના નામ મલદેવ, વસ્તુપાળ ને તેજપાળ. દીકરીના નામ જહુ, માક, સાઉ, ધનદેવી, સોહગા, વયજુ ને પડ્યા.
આશરાજ મંત્રીએ બધા દીકરાદીકરીને સારી રીતે ભણાવ્યા. એમાં વસ્તુપાળ ને તેજપાળ સહુથી વધારે ઝળક્યા. તેમને વિદ્યા પર અથાગ પ્રેમ. કળા પર ઊંડી પ્રીતિ. ધર્મ પર અડગ શ્રદ્ધા. આ બે ભાઈની બેલડી સહુના મનનું હરણ કરતી. સહુના પર પ્રભાવ પાડતી.
તેઓ ઉમ્મર લાયક થયા એટલે પિતાએ ગુણવાન કન્યાઓ પરણાવી. વરસ્તુપાળને લલિતા ને તેજપાળને અનુપમા.
થોડા વખત પછી પિતા મરણ પામ્યા. પિતૃભકત પુત્રને આથી ખૂબ દુ:ખ થયું.
તે દુઃખ ભુલવાને તેઓ માંડળ આવીને વસ્યા. માતાની ખૂબ સેવાભકિત કરવા લાગ્યા. અહીં પોતાના સારા આચરણથી તેઓએ થોડા વખતમાં સારી નામના મેળવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com