________________
વિમળશાહ વિમળ દેખાય. વાઘ એને જોતાંજ ધુર. ફાળ ભરીને સામે આવ્યું, વિમળ તેની ખબર લેવાને તૈયાર જ હતું. તેણે એક થપાટ મારીને વાઘના બંને કાન પકડયા. વાઘ ઘણે છંછેડાયે, પણ વિમળના હાથમાંથી છુટે તેમ ન હતું. વિમળે તેને લાવીને પાંજરામાં પૂર્યો.
આખા નગરમાં વિમળની જય બોલાણું. ભીમદેવ વગેરે નિરાશ થયા. આ તે વિમળને હેઠે પાડવા કર્યું ને ઉલટી તેની કીર્તિ વધી. હવે કરવું શું? તેમણે બીજો ઉપાય શોઃ “રાજમલ જેડે તેને કુસ્તીમાં ઉતારે ને ત્યાં જ પૂરે કરાવ.” મલને બધી વાતે વાકેફ કર્યો. થોડા દિવસ થયા એટલે રાજાએ કહ્યું: “મહેતા ! આપણે મલ્લ પિતાના બળનું બહુ અભિમાન રાખે છે. માટે એની પરીક્ષા કરે.”
મલ જોડે વિમળશાહે કુરતી માંડી. કુસ્તીના ઘણા દાવ ખેલ્યા. તેમાં મલને સખત પટકી આપી ને વિમળશાહે જીત મેળવી. બધાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com