________________
વિમળશાહે.
હવે તે ખૂબ ભપકાથી રહેવા લાગ્યા. તેણે પેાતાને માટે રાજાના કરતાં પણ સુંદર મહેલ બાંધ્યા, સુંદર ધરદહેરાસર બાંધ્યું અને તેના ફરતા સુંદર કોટ બાંધ્યા. દેશ દેશાવરથી ઉત્તમ હાથી ધાડા મંગાવ્યા ને પેાતાના લડવૈયાઓ વધાર્યો.
જીનેશ્વર તરફ વિમળની ભક્રિત અપાર હતી. તે પાતાની વીંટીમાં જિનેશ્વરની નાનીશી છબી રાખતા ને તેથી કાઈને પણ વંદન કરતાં પહેલું વંદન તેમનેજ થતું.
વિમળની આ સ્થિતિ જોઈ દુશ્મને ભીમદેવને ખાટી ભંભેરણી કરવા લાગ્યાઃ ‘ મહારાજ ! વિમળશાહ આપનું રાજ્ય લેવા ઈચ્છે છે. તેણે ધણુ લશ્કર તૈયાર કર્યું છે. તે જિનેશ્વર સિવાય કાઇને નમતા નથી. આ પ્રમાણે ખૂબ ભંભેરણી થઇ એટલે રાજા ભીમદેવને લાગ્યું કે વાત ખરી હશે. એટલે તેનું ધર જોવાને એક દિવસ રાજાએ કહ્યું : ‘મંત્રીશ્વર ! તમારાં ઘર એકે વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com