________________
વિમળશાહ
ને તે પણ ચૂકી ગયા. એટલે વિમળ હસીને બે : “ બધા ભેટજ ભેગા થયા લાગે છે ! આમના હાથમાં રાજ છે તે શું કરવાના?”
ભીમદેવના કાને આ શબ્દ પડતાં તે ચમ. વિમળને પૂછ્યું : “ શેઠ ! કાંઈ બાણવિદ્યા જાણે છો ? જાણતા હે તે આ આ તરફ.' વિમળ કહે, “ બાણવિદ્યા તે તમારા જેવા ક્ષત્રિય જાણે. અમે તો વેપારી કહેવાઈએ. અમને એવું શું આવડે ?'
આ સાંભળી ભીમદેવે જાણ્યું કે માણસા કોઈ જાણકાર લાગે છે. જોઉં તે ખરે તેને કેવી બાણવિદ્યા આવડે છે. તેણે કહ્યું : “શેઠ ! વિઘા જે કેળવે તેના બાપની. તમને જે બાણ વિઘા આવડતી હોય તે બતાવે.” વિમળ કહે,
આપને જે બાણકળા જેવી જ હેય તે એક બાળકને જમીનપર સુવાડા ને તેના પેટ પર નાગરવેલનાં એને આઠ મન મૂકે. એ પાનમાંથી આપ કહે તેટલા પાન બાણથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com