________________
વિમળશાહ
મામાં હવે વિચારવા લાગ્યાઃ “આના લગ્નનું ખરચ શી રીતે થશે ?” વીરમતી હવે વિચારવા લાગીઃ “વિમળનાં લગ્ન મારા ઘરને છાજે તેવાં કરવાં જોઈએ; લાહિર મંત્રીને એ પીત્ર છે.’ પણ ભાઇની સ્થિતિ ખ્યાલમાં હતી એટલે તેણે નિશ્ચય કર્યો “ જ્યાં સુધી પુરતું ધન ન મળે ત્યાં સુધી વિમળને પરણાવવો નહિ.” તેણે વિમળને બોલાવીને કહ્યું : “ પુત્ર! જ્યારે મને ધન મળશે ત્યારે તેને પરણાવીશ.” વિમળે શાંતિથી આ સાંભળી લીધું.
બીજા દિવસે ઢોરને લઈ વિમળ જંગલમાં ગયે. ત્યાં એક ઝાડ નીચે બેસીને ચિંતા કરવા લાગ્યો : “હવે ધન મેળવવું જ પડશે ! શું કરું? કેવી રીતે ધન મળે ? ' આમ વિચાર કરતાં કરતાં હાથમાંની લાકડી મૂળિયાના પિલાણમાં ખસી કે તરતજ ધબ ધબ ઢેફાં તૂટી પડયાં. વિમળ તે ઢેફાં દૂર કરી જુએ છે તે માહિ સોનામહેરનો ચરૂ. આ જોતાં વિમળના આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com