________________
વિમળશાહ ચાશ ચરાવે છે. નથી તેને એ કામમાં જરાયે ન્હાનમ કે નથી જરાયે દીલગીરી. ઉલટું તેને તે એ કામમાં ખૂબ આનંદ આવે છે.
જંગલમાં જાય છે ત્યાં તીર કામઠા ખેલે છે ને ઘોડેસવારી કરે છે. ઝાડ પર ચઢે છે ને તળાવમાં તરે છે. દિવસભર આવો આનંદ માણીને સાંજે પાછા ઘેર આવે છે.
આ જીવન જીવતાં વિમળનું શરીર ખબ કદાવર થયું. બાણવિઘામાં તે એક્કો થ. ધીમે ધીમે તેની બાણવિદ્યાની પ્રશંસા સઘળે ઠેકાણે થવા લાગી.
પાટણના નગરશેઠ શ્રીદત્તને શ્રી નામે એક જુવાન કન્યા છે. તેના માટે તે લાયક વર શોધી રહ્યા છે. તેમણે ઘણું ઘણું ઠેકાણાં જેમાં પણ એકે ગમ્યું નહિ. એવામાં તેમણે વિમળની પ્રશંસા સાંભળી એટલે તેની સાથે પિતાની કન્યાનું સગપણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com