________________
વિમળશાહ
તેને વીરમતી નામની કન્યા સાથે પરણાવ્યઆ વીરમતીથી તેને બે પુત્રો થયા. એકનું નામ ને ને બીજાનું નામ વિમળ.
વિમળ બત્રીસલક્ષણ બાળ છે. બીજના ચંદ્રની માફક હંમેશ વધતું જાય છે. તે પાંચ વર્ષને થયે એટલે પિતાએ તેને નિશાળમાં મૂક. ત્યાં શેડા વખતમાં તે ખૂબ સારું ભણીને ઘેર બેઠે. પિતાએ જાણ્યું કે પુત્રો હવે
ગ્ય ઉમ્મરના થયા છે એટલે ઘરને બધે ભાર તેને માથે નાખ્યું અને પોતે દીક્ષા લઈને ચાલી નીકળ્યા. જતાં જતાં તેમણે શિખામણું આપીઃ “પુત્ર ! નિડર થજો ને જીને ભગવાનની આજ્ઞા માથે ચડાવો.” વિમળને આ વચનેએ ખૂબ અસર કરી.
| ૨ : જમ વખત જાય છે તેમ વિમળ દરેક રીતે ખીલતે જ જાય છે. તેના શત્રુઓ આ જુએ છે ને મનમાં બહુ દાઝે બળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com