________________
૧૪
પેથડકુમાર
કરી બેભાન થયે ને ધરણી પર ઢળી પડે. રાજાને વહાલા હાથીની આ હાલત જોઈ ખૂબ દુ:ખ થયું. ઘણા ઘણા ઉપાય કર્યા પણ હાથીને ઠીક થયું નહિ. એવામાં પેલી દાસીએ કહ્યું : “મહારાજ ! જે પેથડકુમારનું વરસ લાવીને હાથીને ઓઢાડે તે હાથી ઊભે થાય. રાજાએ તેમ કર્યું તે હાથી એકદમ સાજો થયા. પછી દાસીએ બધી વાત કહી : “રાણી લીલાવતીને સખત તાવ આવે હતો એટલેજ આ વસ્ત્ર ઓઢાડયું હતું વગેરે.
આ સાંભળી રાજાને ખૂબ શક થે. તેમણે પેથડકુમારને કેદમાંથી છોડી મૂક્યા ને માફી માગી. જયસિંહ હવે લીલાવતીને શોક કરવા લાગ્યા. આ જોઈ પેથડે કહ્યું: “મહારાજ ! રાણી લીલાવતીને થોડા વખતમાં મેળવી આપીશ. આપ શેક કરશો નહિ.” “શું રાણી લીલાવતી જીવતી છે ?” જયસિંહ આશ્ચર્ય પામ્યા. પછી પેથડે બધી વાત જાણી હતી તે રાજાને કહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com