________________
૧૨
પેથડકુમાર પેથડકુમાર બત્રીસ વર્ષના થયા. આ વખતે તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું. વ્રત લઈને તેને દીપાવ્યું. એવી શુદ્ધતા જાળવી કે લેકમાં અજબ પ્રભાવ પડે. કોઈ રોગી એમના ઘેર જાય ને પેથડકુમાર હાથ અડાડે કે રોગી સારો. થઈ જાય. કેઈને કંઈ દુઃખ હોય કે તેમને ત્યાં પહેચે. શીલના પ્રભાવે લેકની શ્રદ્ધા ફળવા લાગી. ધારેલા કામ સિદ્ધ થવાં લાગ્યાં. લોકોમાં ખૂબ વાહવાહ બેલાવા લાગી.
એક વખત જયસિંહના રાણી લીલાવતીને તાવ ચઢયે. તે એવો ચઢયો કે કેમે કરતાં ઉતરેજ નહિ. ભલભલા વૈદહકીમો આવી ગયા, ભૂવાભગત ધુણી ગયા પણ કંઈ ન થયું. રાણીને શરીરે બળતરા ચાલુજ રહી. આખું અંગ જાણે શેકાઈ જાય. ઉંધ કે આરામનું તે નામજ નહિ. રાણી ચીસ પર ચીસ નાખે.
એવામાં કોઈએ વાત કરી કે પેથડકુમારનું વસ્ત્ર લાવીને ઓઢાડો. તરતજ શાન્તિ થઈ જશે. અને નેકરને હુકમ થયે. પેથડકુમારનું વસ્ત્ર આવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com