________________
-
--
૧૦.
પેથડકુમાર વ્યા. દૂર દૂરથી હોંશિયાર કારીગર નોતર્યા. જોતજેતામાં હજારો મજૂરે ને કામ કરનારાઓ હાજર થઇ ગયા. જમીનની પસંદગી થઈ. સારા દિવસે મુહૂર્ત થયું ને કામ ઝપાટાબંધ આગળ ચાલ્યું.
થોડા વખતમાં માંડવગઢમાં મોટું દહેરાસર બંધાઈ ગયું. એની સુંદરતાની શી વાત ? દેશ દેશાવરથી લેકે જોવા આવ્યા. જિનેશ્વર દેવનાં દર્શન કરી પવિત્ર થયાં. પેથડકુમાર પણ ખૂબ હરખાયા. ધનને સુંદર ઉપયોગ થયો. પેથડકુમારે એમાં અઢાર લાખ રૂપિયા ખર્ચા.
હવે તે તેમના મનને ઉમંગ વળે. જયાં જયાં જિનેશ્વરનાં મંદિરે નહતાં ત્યાં બંધાવવા માંડયાં.. આવું જ એક દહેરાસર દેવગિરિ ઉપર બાંધ્યું. બીજાં પણ ઘણાં દહેરાસર બંધાવ્યાં. કહેવાય છે કે તેમણે બધાં મળીને ચોરાશી દહેરાં બંધાવ્યાં.
પેથડકુમારનું ધન વધ્યું તેમ ગુણ પણ વધ્યા. જેમ ફળ આવે અને આંબે નમતો જાય તેમ પેથડકુમારમાં પૈસાની નમ્રતા વધતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com