________________
પિચડકુમાર
પેથડકુમારે આજ્ઞા કરી : “ તારૂં બધું અત્તર આ પાણીની કુંડીમાં નાંખી દે.” અત્તરવાળે અજાયબ થઈ ગયા. એણે બધું અત્તર રંડીમાં ઢાળી દીધું. પેથડકુમારે એનાથી સ્નાન કર્યું. થોડીવારમાં ખજાનચીએ હાજર થઈ અત્તરવાળાને મૂલ્ય ચૂકાવી દીધું. અને સરવાળાના આશ્ચર્યને પાર ન રહ્યા.
એક વખત નગરમાં એક વિદ્વાન આચાર્ય પધાર્યા. પેથડકુમારે તેમને ભક્તિથી વંદન કરીને વિનયથી પ્રશ્ન કર્યો. ગુરુદેવ ! મારે પાંચ લાખ રૂપિયાનું માપ છે. હાલમાં ધન તેથી વધી ગયું છે. સારા કામમાં ખર્ચવાની મારી ઇચ્છા છે. તો આપ કહે કે કયા માર્ગમાં ખર્ચ કરૂં ?”
મુનિ કહે, “ભાઈ !આ સમયમાં જિનેશ્વરનાં મંદિરે બાંધવાની જરૂર છે. તમારું ધન તે રસ્તે વાપરો.
પેથડકુમારને આ વાત ગમી ગઈ. તેમણે પોતાના નોકરને બોલાવ્યા. દેરાસરની બધી સામગ્રી તૈયાર કરવાની આજ્ઞા આપી. દેશ દેશથી શિપીઓ બોલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com