________________
પેથડકુમાર ભંડાર કદી ખાલી ન થાય. રાજાએ પેથડને બોલાવીને તે વિષે પૂછયું. પેથડે જેવું હતું તેવું કહી દીધું અને ઉમેર્યું: “મહારાજ ! આજથી એ ચિત્રાવેલી આપને ભેટ છે. રાજા બહુ હરખા.
પેથડમંત્રીએ પ્રજાના ઘણું કર ઓછા કરાવી નાંખ્યા, રૈયતને બને તેટલી સુખી કરી.
એક વખત તેઓ થોડા વખતની રજા લઈ જાત્રાએ ગયા. જીરાવલા પાર્શ્વનાથની યાત્રા કરીને આબુ ગયા. આબુના સુંદર મંદિર જોઈ તેમને અત્યંત આનંદ થશે.
આબુ પર અનેક જાતની વનસ્પતિઓ ને જડીબુટ્ટીઓ થાય છે. એમ કહેવાય છે કે પેથડ મંત્રીને અહીંથી એવી વનસ્પતી મળી કે જેથી સોનું બનાવી શકાય. ભાગ્યશાળીની બલિહારી છે કે ચિત્રાવલી ગઈ ને સુવર્ણ– સિદ્ધિ મળી !
પેથડકુમારની રિદ્ધિસિદ્ધિ ખૂબ વધી ગઈ. રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com