________________
પેથડકુમાર લીધે. ભરવાડણ ચાલી ગઈ. પેથડ તથા ઝાંઝણ ખૂબ રાજી થયા.
ગરીબ પેથડનું નશીબ થોડા વખતમાં જ પલટાઈ ગયું. તેને પુષ્કળ ધન મળવા લાગ્યું. હવે આ બાપદીકરા સહુને હેશિયાર લાગવા માંડયા. તેમના ખૂબ વખાણ થવા લાગ્યા. ત્યાંના રાજા સિંહે આ વખાણ સાંભળ્યા એટલે તેમને બોલાવ્યા ને તેમની ચતુરાઈની પરીક્ષા કરી. રાજાને ખાતરી થઈ કે બંને મહા ચતુર છે એટલે પેથડને પ્રધાન ને ઝાંઝણને નગરને કોટવાલ બનાવ્યું. જુના પ્રધાનને પેથડની અદેખાઈ થઈ કે. આ આજકાલને વાણિયે શું માંડવગઢને મંત્રી બની જાય ? એટલે તેણે રાજા આગળ આવી ચાડી કરી: “ મહારાજા ! આ પેથડ પાસે ચિત્રાવેલી છે. તે આપને બરાબર કામની છે. જો આપની પાસે એ આવે તે આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com