________________
પેથડકુમાર પાંચ લાખની છુટ તે રખાય ? પણ ગુરુજીએ એ છુટ આપી છે તે બહુ વિચાર કરીને આપી હશે.” એમ જાણી પેથડ ઘેર ગયે.
પેથડની હાલત દિવસે દિવસે બગડવા લાગી. બે ટંક ખાવાનું પણ મુશ્કેલીથી મળવા લાગ્યું. એટલે તે પોતાનું ગામ છોડી કુટુંબ સાથે બહાર ગામ ચાલી નીકળે.
એ વખતે માળવામાં માંડવગઢ નામે જબરજસ્ત શહેર હતું. ત્યાં હજારો શ્રીમંત રહેતા હતા. લાખો ને દોડેને વેપાર કરતા હતા. પેથડે ધાર્યું કે માંડવગઢ જવા દે. ત્યાં પેશુજારો સહેલાઈથી થઈ શકશે. એટલે તે માંડવગઢ આવ્યું.
અહીં બાપ દીકરાએ ઘીની દુકાન કરી. ગામડાની ભરવાડણો ધી વેચવા આવે તેમની પાસેથી ઘી ખરીદે ને દુકાને તે વેચે. બાપ દિીકરો બંને વચનના સાચા, દાનતના ચોખા. તેમની દુકાને નાનું આવ્યું તે એક ભાવ ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com