________________
પેથડકમાર
આ સાંભળી સાધુ બોલ્યાઃ “મહાનુભાવો ! આવું બોલવું ઠીક નથીઃ ધનને મદ કદી કોઈએ કરજ નહિ. ધન તે આજ છે. ને કાલે નથી. કોણ જાણે છે કે કાલ સવારે એ પેથડ તમારા સહુના કરતાં વધારે પૈસાદાર નહિ થાય !”
માહ
પછી સાધુએ પેથડને કહ્યું: “મહાનુભાવ ! તમે પરિગ્રહનું માપ કરે.” પેથડ કહે, “ગુરદેવ મારી પાસે માલ મિલક્ત છે જ ક્યાં કે માપ કરવાનું હોય?” સાધુ કહે,
આજ એવી હાલત છે ને કાલ સુધરી જાય. માટે તમે પરિગ્રહનું માપ તે કરી જ છે. પેથડ કહે, “તે જેવી આપની આજ્ઞા.” સાધુ મુનિરાજે પેથડને વ્રત આપ્યું: “પાંચ લાખ રૂપિયા સુધીની મિલક્ત રાખી બાકીની ધર્મના કામમાં ખર્ચી નાંખવી.”
પેથડને લાગ્યું કે આ છુટ તે ઘણી વધારે છે. જ્યાં પાંચ હજાર મળવાના સાંસા છે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com