________________
પેથડકુમાર એક વખત ગામમાં કોઈ વિદ્વાન મુનિમહારાજ પધાર્યા એટલે બધા તેમને ઉપદેશ સાંભળવા ગયા. પેથડ પણ ગયા. ત્યાં મુનિ મહારાજે અમૃત શી મીઠી વાણીથી પવિત્ર જીવન સમજાવ્યું. બ્રહ્મચર્યનું પાલન કરે, સંતોષને ધારણ કરે, તપથી શરીર ને મનને સંયમ કેળવો, પ્રભુભકિતથી હૃદયને પવિત્ર બનાવો. આ ઉપદેશની ઘણાને અસર થઈ. કોઈએ બ્રહ્મચર્યોના વ્રત લીધાં, કોઈએ અમુક જ માલમિલકત રાખી બાકીની મિલક્ત સારા કામે ખર્ચ નાંખવાનાં વ્રત લીધાં, કેઈએ અમુક તપ કરવાનાં વ્રત લીધી ત્યારે પેથડ બિચારે પિતાના દુખી જીવનને વિચાર કરતો બેસી રહે.
ચિંથરેહાલ પેથડને જોઈ કેટલાક મશ્કરાઓ બોલ્યા “ગુરુ મહારાજ ! બધાને આપે કંઈ કંઈ વ્રત ઉચરાવ્યા પણ આ પેથડ તો રહી ગયે! એને પરિગ્રહ ( માલ મિલક્ત ) નું માપ કરાવો એ પણ લાખ વરસે લખેસરી થાય તેમ છે!”
ભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com