________________
૧૪
કુમારપાળ
બીજા પણ નાના મોટા ઘણા રાજાઓને જીત્યા ને
અઢાર દેશમાં પિતાની આણ ફેલાવી. કુમારપાળના રાજ્યની સરહદ ઉત્તરમાં પંજાબ સુધી ને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી હતી. પૂર્વમાં ગંગ સુધીને પશ્ચિમમાં સિંધુ સુધી હતી. એમના જેટલો રાજયવિસ્તાર ગુજરાતમાં કોઈ રાજાએ કર્યો નથી.
તેઓ પિતાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્યની ખૂબ ભકિત કરતા ને દરેક કામમાં તેમની સલાહ લેતા. ગુરુરાજ પણ એવા હતા કે રાજાને બરાબર સલાહ આપતા ને તેનું કલ્યાણ થાય તેમ કરતા.
કુમારપાળે આ ગુરુરાજના કહેવાથી જ વાંઝીયાનું ધન લેવું બંધ કર્યું. તેની સરેરાશ ઉપજ ૭૨ લાખ હતી. પિતાની આણમાં આવેલા અઢારે દેશમાં જીવહિંસા નહિ કરવાનો હુકમ કાઢો. તેમનાથ મહાદેવના મંદિરને સમરાવ્યું. અને બીજા નાના મોટાં અનેક દહેરાસર તથા પ્રજાને ઉપયોગી કામ
કર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com