________________
કુમારપાળી
- ૧૩
કુમારપાળને ગાદી મળતાં તેમણે પિતાનાં બધાં ઉપારી જનને યાદ કર્યા. ભોપાળદેને પટરાણું બનાવી. ભીમસિંહને પિતાને અંગરક્ષક બનાવ્યું. શ્રીદેવીના હાથે રાજ્યતિલક કરાવ્યું ને ધોળકા ગામ ઈનામમાં આપ્યું. સજજનને સાત ગામને સુબે કર્યો. સિરીને લાટ દેશનો હાકેમ નિમે. ઉદાયન મંત્રીને પ્રધાન બનાવ્યા. તેમના દીકરા વાટને નાયબ દિવાન કર્યા. શ્રી હેમચંદ્રાચાર્યને ગુસ્થાને સ્થાપા ને કસ્ટક વાણિયાને વડોદરા ગામ ઈનામમાં આપ્યું.
કુમારપાળ ગાદીએ આવતાં ઘણા રાજાઓ એમ માનવા લાગ્યા કે તે નિર્બળ છે. એટલે કેઈએ ખંડણી ભરવાની ના કહી. કોઇએ બંડ કરવા માંડયા. પણ કુમારપાળ ખૂબ બહાદુર હતા, તેમણે પોતાના મજબૂત લકરથી અજમેરના અર્ણોરાજને વશ કર્યો, માળવાના બલ્લાલને વશ , કંકણના મલ્લિકાજુનને વશ કર્યો, સેરઠના સમરસિંહને વશ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com