________________
૧૨
કુમારપાળ પાળીશ.” પછી ઊદાયન મંત્રી પાસેથી ચડી વાટખર્ચ લઈને દક્ષિણમાં ચાલ્યા.
આમ ઘણું ઘણું રખડીને પિતાના કુટુંબને મળવા તેઓ માળવામાં ગયા. ત્યાં ખબર પડી કે સિદ્ધરાજ ખૂબ માં છે. એટલે કુટુંબ સાથે ગુજરાતમાં આવ્યા.
સિદ્ધરાજ આખર પથારીમાં છે. તેમણે ઉદાયન મંત્રીને પુત્ર ચાહડને દત્તક લીધે છે. રાજય કુમારપાળને ન મળતાં ચાહડને મળે તે બાબત કરે છે. પણ બંદોબસ્ત પૂરા થતાં પહેલાં તે મરણ પામ્યા. આ સમાચાર સાંભળતાં જ કુમારપાળ પાટણ આવ્યા. રાજસભા કુમારપાળની લાયકાત સમજતી હતી. વળી તેમના બનેવી કૃષ્ણદેવે ખૂબ સહાય કરી એટલે ગાદી તેમને મળી. આ વખતે તેમની ઉમ્મર પચાસ વર્ષની હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com