________________
નેમ રાજુલા તમે મેટી ઉમ્મરના થયા છે. એટલે પરણે તે અમને સતેજ થાય.
નેમનાથે કહ્યું માતાજી ! પિતાજી! હું કઈ ઠેકાણે મારે લાયક સ્ત્રી જ નથી. લાયક સ્ત્રી મળશે ત્યારે પરણીશ.
આ સાંભળી માતપિતાએ બહુ આગ્રહ કરે છોડી દીધો.
: ૭ : ફાગણ માસ આવે છે. ખાખરે કેસુડાં ખીલ્યાં છે. આંબે મહેર બહેકે છે. રાયણનાં ઝાડ લીલાં પાંદડાંથી શોભે છે. કેયલ મીઠું મીઠું ટહૂકે છે. સરોવરમાં હંસે તરે છે. ગિરનાર પર્વત ખુબ શેભે છે. કુદરતમાં સઘળે આનંદ ફેલાઈ રહ્યો છે. આવા વખતે કેણ આનંદ ન કરે? શ્રીકૃષ્ણ મહારાજ તેમની પટરાણીઓ સાથે આનંદ કરવા અહીં આવ્યા છે. સાથે તેમનાથ તથા દ્વારિકાના બીજા ઘણા લેકે છે.
શ્રીકૃષ્ણ અને સત્યભામા વગેરે પટરાણુઓ કુદરતની શભા જોતાં જોતાં ત્યાંના કે જેમાં ફરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com