________________
કુમારપાળ
અહો ! આ પ્રાણીને પણ ધનપર કેટલે બધો મેહ છે. ને?' આ ધન લઇને તે આગળ ચાલ્યા.
આજે ત્રીજો દિવસ હતો પણ હજી કાંઈ ખાવાનું મળ્યું નહોતું. પગ લથડિયા ખાતા હતા, આંખે અંધારાં આવતાં હતાં, શરીર આખું તૂટું તૂટું થઈ રહ્યું હતું. કુમારપાળ રસ્તા પરના એક ઝાડ નીચે આરામ લેવા બેઠા કે નીચે પડી ગયા ને બેભાન જેવા થઈ ગયા. તે હવે થાકીને લેથ પોથ થઈ ગયા હતા. એવામાં રૂમઝુમ કરતે એક રથ ત્યાંથી પસાર થયે.
શ્રીદેવી નામની એક દયાળુ બાઈ તેમાં બેઠી હતી. સાસરેથી પિયેર જવા તે નીકળી હતી. તેણે જોયું કે કોઈ મુસાફર ભૂલથી નીચે પડી ગયો છે એટલે તેને તેણે ખાવાનું આપ્યું. કુમારપાળને આથી કાંઈક શાંતિ વળી. તે બોલ્યા “બહેન! તમારે ઉપકાર હું કદી નહિ ભૂલું.'
અહીંથી કુમારપાળ પિતાના ગામ દેથી ગયા. પણ સિદ્ધરાજને ખબર પડતાં તરત જ ત્યાં લકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com