________________
કુમારપાળ
રહ્યા બાદ બધા પૂજારીઓ એક પછી એક ત્યાં આવવા લાગ્યા ને દક્ષિણા લઈ જવા લાગ્યા, પણ તેમાં કુમારપાળ ક્યાંએ જણાયા નહિ.
મહારાજા સિદ્ધરાજે અધિકારીઓને ઈસારે કર્યો : કઈ હવે બાકી રહે છે? અધિકારીઓ બધા સ્થળે ફરી વળ્યા પણ કોઈ બાકી રહેલું જણાયું નહિ. એવામાં કેઈએ કહ્યું કે અમુક પૂજારીને જમતાં જમતાં ઉલટી થઈ હતી એટલે તે બહાર ગયેલ છે પણ હજી સુધી પાછા આવ્યું નથી. એથી સિદ્ધરાજને વહેમ પડે કે નક્કી કુમારપાળ છટકી ગયે. તેણે તરતજ ચારે બાજુ ઘોડેસવારો દેડાવ્યા. - કુમારપાળ નાસતાં નાસતાં બેએક ગાઉ દૂર નીકળી ગયા. પણ પાછળ ઘોડાની પડધીઓ સંભનાણું. તેમણે વિચાર્યુંહવે દેડયે પાર નહિ આવે. ક્યાંઈક સંતાવા દે.” ત્યાં નજર નાંખી તે ભીમસિંહ નામે એક ખેડૂત કાંટાની વાડ કરતો હતો. કુમારપાળ તેની પાસે ગયા ને પિતાને જીવ બચાવવા વિનંતિ કરી. ખેડૂતને દયા આવી એટલે કાંટાના ભારાની નીચે કુમારપાળને સંતાડી દીધા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com