________________
કુમારપાળ
વખત થયો એટલે પંગત પડી ને બધા પૂજારીઓ પિતાંબર પહેરી જમવા બેઠા. કુમારપાળ પણ એમાં સામેલ હતા.
એજ વખતે મહારાજા સિદ્ધરાજ લશ્કર લઇને આવી પહોંચ્યા.
કુમારપાળ મનમાં સમજી ગયા કે નક્કી આજે મત આવ્યું એટલે જમતાં જમતાં ઉલટીનું બહાનું કાઢી મંદિરના પાછલા બારણે ગયા ને ત્યાંથી જીવ લઈને નાઠા. માથું ઉઘાડું, પગ ઉઘાડા, શરીર ઉઘાડું ને ખરા બપોર પણ શું કરે છે જે નાસતાં વાર થાય તે સિદ્ધરાજના સિપાઈઓ પકડી પાડે ને ભૂંડા માતે જ મરવું પડે.
મહારાજા સિદ્ધરાજની બેઠક મંદિરના મુખ્ય દરવાજા પર ગોઠવાઈ હતી. તેમની આગળ સોનામહોરોથી ભરેલું એક વાસણ હતું. આસપાસ અધિકારીઓ ગેઠવાઈ ગયા હતા.
બધા પૂજારીઓને કહી દેવામાં આવ્યું કે જમી રહ્યા બાદ મહારાજા પાસેથી દક્ષિણે લઈ જવી. જમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com