________________
કુમારપાળ
કુમારપાળ બાવાના વેશે એક જગાએથી બીજી જગાએ રખડે છે. કોઇ દિવસ ખાવાનું મળે છે તે કઈ દિવસના ઉપવાસ પડે છે. એમ કરતાં કરતાં એજ વેશે એક વખત પાટણ આવ્યા. ત્યાં મહાદેવના મંદિરમાં પૂજારી થયા.
બાપુ વધાઈ !” એક દિવસ સવારમાં સિદ્ધરાજને તેમના જાસુસે આવી સમાચાર આપ્યા.
શું છે? મહારાજા સિદ્ધરાજે ગંભીરતાથી પૂછયું.
કુમારપાળ જેવો જ એક માણસ આજે મહાદેવજીના મંદિરમાં મેં જોયે. મને લાગે છે કે એ પતેજ કુમારપાળ છે !
મહારાજા સિદ્ધરાજ આ સાંભળી થોડીવાર વિચારમાં પડયા. પછી બેલ્યા: “મારા પિતાજીનું પરમ દિવસે શ્રાદ્ધ છે. માટે મંદિરનાં બધા પૂજારીઓને જમણ આપે. તેમને હું મારા હાથે જ દક્ષિણ આપીશ.”
મહારાજા સિદ્ધરાજની આજ્ઞા મુજબ મોટું જમણ ગોઠવાયું ને તે માટે ભાત ભાતનાં ભેજ તૈયાર થયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com