________________
કુમારપાળ માટે કોઈ પણ ઉપાયે તેને ગાદીએ ન આવવા દે. જો તે જીવત હશે તે જ ગાદીએ આવશે ને? માટે ચાલ એને મારી નંખાવું.”તે કુમારપાળને મારી નાંખવાને લાગ શોધવા લાગ્યા.
કુમારપાળ દેથળીના ધણી ત્રિભુવનપાળના પુત્ર. તેમની સ્ત્રીનું નામ ભેપાળદે. તેમને મહિપાળ ને ને કિર્તિપળ નામે બે ભાઈ હતા. પ્રેમળદેવી ને દેવળદેવી નામે બે બહેન હતી. પ્રેમળદેવીને સિદ્ધરાજના સામંત કૃષ્ણદેવ સાથે પરણાવી હતી. દેવળદેવીને સાંભરના રાજા અર્ણરાજ સાથે પરણાવી હતી.
કુમારપાળને ખબર પડી કે મહારાજા સિદ્ધરાજની મારા પર કરડી નજર છે. મને મારી નાંખવાને લાગે શોધે છે. એટલે તે પરદેશ જવાને વિચાર કરવા લાગ્યા. એવામાં સિદ્ધરાજે તેમના પિતાનું ખૂન કરાવ્યું.
આ ખૂનની ખબર પડતાં કુમારપાળ સમજ્યા કે હવે મારે વારે આવે એટલે રાતોરાત પિતાનું કુટુંબ છોડીને ચાલી નીકળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com