________________
શ્રી પાળ
હવે શ્રીપાળ પિતાનું રાજય લેવા લકર લઇને શુભ મુહૂર્ત ચાલી નીકળ્યા. ચંપાનગરી થોડે છેટે રહી એટલે સંદેશો કહેવડાવ્યેઃ “અજીતસેન રાજને માલમ થાય કે તમારો પુત્ર શ્રીપાળ જેને તમે પરદેશ હોશિયાર થવા મોકલે હતો તે આવી ગયું છે. તમે હવે ઘરડા થયા છે તો રાજ્ય અમને સોંપી ને ધર્મધ્યાન કરો.”
અજીતસેને આ માન્યું નહિ. તેથી શ્રીપાળે તરતજ નગારે ઘાવ દી ને મોટી લડાઈ થઈ. તેમાં અજીતસેન હાર્યો. શ્રીપાળ ચંપાનગરીની રાજગાદીએ બેઠા. કાકાએ પોતાના પર જુલમ ગુજાર્યો હતો તે ભૂલી જઈને પણ તેમને માનભરી પદવી આપી.
મોટા માણસેના દીલ કેવાં ઉદાર હોય છે?
શ્રીપાળે રાજ્યમાં રૈયતને પૂબ સુખ આપ્યું. અને નવપદજીને મોટા ઠાઠમાઠથી ઓચછવ કર્યો.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ નવ વસ્તુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com