________________
શ્રીપાળ
૧૭
હતે. દેશપરદેશથી અનેક માણસોએ ત્યાં આવી દૂહા પૂરા કરવા પ્રયત્ન કર્યો પણ કુંવરીને એકે દૂહે પિતાના મનના ભાવ પ્રમાણે લાગે નહિ. શ્રીપાળકુંવર રાજકુંવરીની આવી પ્રતિજ્ઞા સાંભળી ત્યાં ગયા અને સમશ્યા પછી. રાજકુંવરીની મુખ્ય સખીએ કહ્યું: “મનવાંછિત ફળ હોય ” એ કૂહાનું ચોથું ચરણ છે. એનાં પહેલાં ત્રણ ચરણ પૂરાં કરી આપે.
શ્રીપાળે તરતજ નીચેને દૂહ કહ્યો અરિહંતાદિ નવપદે, સમરે જે મન કોય; નિશ્ચય તે નર શ્રેષ્ઠને, મનવંછિત ફળ હોય.
આ રીતે બીજા પણ કેટલાક દૂહા પુરા કરી આયા. એથી તે રાજકુંવરી શ્રીપાળ રાજાને વરી.
એક રાજાની કુંવરીને ઝેરી સાપ કરડ હતો. શ્રીપાળે તેનું ઝેર ઉતાર્યું ને રાજાએ તેમને એ કુંવરી પરણાવી.
એક જગાએ રાધાવેધ સાથે તેને કુંવરી પરણાવવાની હતી. શ્રીપાળે રાધાદેવ સાથે ને કુંવરીને પરણ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com