________________
શ્રી પાળ
૧૫
એમ કરતાં ધવળશેઠનાં વહાણ કંકણ દેશના કિનારે આવ્યા. તે મોટી ભેટ લઈ રાજા પાસે ગયે. ત્યાં શ્રીપાળે પાનનું બીડું આપ્યું.
ધવળશેઠ આ જોઈ આશ્ચર્ય પામે. મનમાં વિચારવા લાગેઃ “મારે હાલે આ અહીં ક્યાંથી ? દરિયામાં નાખી દીધા તેય જીવતે નીકળે ! ઠીક. બીજી કાંઈ યુકિત કરવા દે.'
શ્રીપાળ તો હલકા કુળને છે એમ બતાવવા પ્રપંચ કર્યા. પણ આખરે પાપનો ઘડો ફુટી ગયે. રાજાએ જાણ્યું કે ધવળશેઠ મહાપાપી છે એટલે તેને ગરદન મારવા વિચાર કર્યો. પણ શ્રીપાળને મનમાં થયું કે ગમે તેવા હોય તોય ધવળ શેઠ મને આશરે દેનાર છે. તેમને એવી શિક્ષા ન ઘટે. તેમણે ધવળશેઠને છોડાવ્યા ને પિતાના મહેમાન બનાવ્યા.
શ્રીપાળે ધવળશેઠ પર ઘણી મહેરબાની કરી પણ ધવળશેઠના મનમાંથી ઝેર જાય નહિ. તેમણે એક પાળેલી ચંદન મેળવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com