________________
૧૨
શ્રીપાળ
ધવળશેઠે પિતાના તથા શ્રીપાળના બધાં કરિયાણાં વેચી નવાં કરિયાણાં ભરી લીધાં. પછી વહાણ પાછા હંકાર્યા.
શ્રીપાળ પિતાની બંને સ્ત્રીઓ સાથે કૂવાથંભના ગોખે બેસે છે ને આનંદ કરે છે.
અહીં ધવળશેઠ વિચારવા લાગ્યા: “આ શ્રીપાળ હાથે પગે આજે હતો તેને આજ આટલી બધી રિદ્ધિસિદ્ધિ થઈ. બે બે તે રૂપાળી સ્ત્રી પર , અહા ! શું તેનું રૂપ છે ને ! જે બીપળને હું દરિયામાં ફેંકી દઉં તે સ્ત્રીઓ પણ મારી થાય ને ધન પણ મારું થાય. અહીં બીજું કાણ એનું છે? પણ કામ બહુ ખૂબીથી લેવું. આ વિચાર કરી જવળશેઠે શ્રીપાળની સાથે ખૂબ હેતથી વાતે કરવા માંડી. પછી એક વખત વહાણની કોરે માંચડે બાંધ્યો. તેના પર ચડીને ધવળશેઠે બૂમ મારી: “શ્રીપાળજી ! આવો આવો ! જવું હોય તે એક કેતુક છે.” શ્રીપાળકુંવરને મનમાં દગાની ગંધ પણ નહિ. તેઓ માંચડા પર આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com