________________
શ્રી પાળ
૧૧
શ્રીપાળે ધવળશેઠને બચાવી લીધા. ધવળશેઠે પિતાને જીવ બચાવવા ખાતર અર્ધા વહાણ શ્રીપાળને આપ્યા.
બબ્બરકેટના રાજાને આ પરાક્રમી પુરુષની ખબર પડી એટલે તેમનું સામૈયું કર્યું. ભારે આગતાસ્વાગતા કરી અને પોતાની કુંવરી પરણાવી.
હવે ધળવશેઠ બોલ્યા “ શ્રીપાળજી! રત્નદ્વીપ હજી ઘણે દૂર છે, રોકાવું પાલવે તેમ નથી. માટે ઝટ વિદાય લે.” શ્રીપાળે પિતાની સ્ત્રી સાથે વિદાય લીધી અને ધવળ શેઠે વહાણ હંકારી મૂક્યા. કેટલાક વખતે તે રત્નદ્વીપ બંદરે જઈ પહેંચ્યાં.
અહીં ધવળશેઠ પિતાના તથા શ્રીપાળના કરિયાણાં વેચવા લાગ્યા. શ્રીપાળ આજુબાજુને મુલક જેવા લાગ્યા. ત્યાં પાસેજ એક પહાડ હતો. તે પહાડપર મંદિરનાં કમાડ બંધ થઈ ગયેલાં તે કઈથી ઉઘડે નહિ. ત્યાંના રાજાએ નક્કી કર્યું હતું કે જેનાથી એ કમાડ ઉઘડે તેને પોતાની કુંવરી પરણાવવી. અભુત પરાક્રમી શ્રીપાળે તે કમાડ ઉધાડયા ને ત્યાંના રાજાએ કુંવરી પરણાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com