________________
શ્રીપાળ
સંતાપહરણી. એકથી પાણીમાં ન ડુબાય ને બીજથી શરીરે ઘા ન પડે.
શ્રીપાળ કુંવર અહીંથી ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં ભરૂચ બંદરે આવ્યા. અહીં ધવળ શેઠ નામને એક જબરદસ્ત વેપારી. પાંચ વહાણો માલનાં ભરીને દરિયાની સફરે જાય. શ્રીપાળને દેશાવર જેવાની હોંશ એટલે મહિને સે સેનામહેર ભાડું આપવાનું ઠેરવી વહાણમાં બેઠા. પવન અનુકુળ વા એટલે વહાણ ઉપડયાં.
: 8: વહાણમાં માલિમ બેઠા પટ ને પુરત જુએ છે. સુકાનીઓ સુકાન સંભાળે છે. પ્રવતારો જેનારા ધ્રુવતારે જુએ છે. નિશાનીઓ પાણીનાં ઊંડાણ માપે છે. કરાણીઓ માલ સાચવે છે. માંજરીઓ પવન જુએ છે. પહેરાયતે પહેરા ભરે છે. ખારવાઓ સઢ ને દેર સંભાળે છે. હલકારાઓ હલેસાં મારે છે. વહાણ ભર દરિયે ચાલ્યાં જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com