________________
શ્રીપાળ
કમળપ્રભાને આ વાતની ખબર પડી એટલે રસ્તામાંથી પાછી ફરી ને ઉજજેણીમાં આવી મળી.
- ગામમાં મયણાસુંદરીનું મોસાળ હતું. મામાને બધી વાતની ખબર પડી એટલે ગાજતે વાજતે ત્રણેને ઘેર તેડયાં. બહુ આદરમાન આપ્યાં ને રહેવાને જુદા રાજમહેલ આપ્યા.
: 3:
એક વખત શ્રીપાળકુંવર ઘોડે બેસી ગામમાં ફરવા નીકળ્યા છે. ત્યાં એક માણસે આંગળી ચીંધી કહ્યું: “એ ઘોડે બેસી રાજાના જમાઈ જાય!' શ્રીપાળે એ શબ્દો સાંભળ્યા એટલે તેમને એક વિચાર આવે ?
ઉત્તમ આપ ગુણે સુણ્યા, મધ્યમ બાપ ગુણેણ અધમ સુણ્યા માઉલ ગુણે, અધમાધમ સસુરેણ.
અર્થાત-પોતાના ગુણવડે ઓળખાય તે ઉત્તમ કહેવાય. બાપના ગુણવડે ઓળખાય તે મધ્યમ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com