________________
શ્રી પાળ
માયણ ને ઉંબરરાણે ચાલ્યા. મયણાં કહે, “સ્વામીનાથ ! ગામમાં ગુરરાજ છે. નેધારાને એ આધાર છે. દુખિયાના બેલી છે.' બંને દર્શને ગયા. ભક્તિભાવથી દર્શન કર્યા. પછી મયણએ પૂછયું: “ગુરુરાજ ! કૃપાકરીને કોઈ ઉપાય બતાવો જેથી મારા સ્વામીને રોગ ટળે ને શરીર સારું થાય.”
ગુરુ કહે, “નવ આંબેલ કરો ને નવપદજીને આરાધે. સાચા ભાવે એ આરાધના કરશે તે નખમાં એ રોગ નહિ રહે.
બંનેએ અબેલ કરવા માંડયા. જ્યાં એક આંબલ, બે આબેલ ને ત્રણ આંબેલ થયા ત્યાં શરીરમાં ફેર પડવા માંડી ને નવ આંબેલ પૂરાં થતાં તે બધે રોગ દૂર થશે. કાયા કંચન વરણી થઈ. સાતસો કેઢિયાઓએ પણ પ્રભુનાં નમણ લીધાં ને તેમના કોઢ દૂર થયા.
મયણાસુંદરીને
હરખ
માય
નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com