________________
શ્રીપાળ
આપ. કમળપ્રભા ચોધાર આંસુએ રડતી રડતી બેલીઃ “બેટા ! દૂધ, સાકર તથા ચેખાને ને આપણને હજાર ગાઉનાં છેટાં પડી ગયાં. હવે તે જારબાજરીની ઘૂસ મળે તો પરમાત્માને પાડ.'
કુંવર ભુખે થયે છે ને રાણી પાસે કશું ખાવાનું નથી. એમ કરતાં આવ્યાં એક કેઢિયાના ટોળાં પાસે.
સાતસો કેઢિયાનું ટાળું ! શરીરે ભયંકર કોઢ ને હાથે પગે ખેડાં. રાણી કહે, “ભાઈ ! વખાના માર્યા અમે તમારી પાસે આવ્યાં છીએ. આશરો આપ.' એમ કહીને બધી વાત કરી. કાઢિયાઓ કહે, “માજી ! અમને આશરે આપવામાં વાંધો નથી. પણ અમારી સાથે રહેશે તેને ભયંકર કોઢ થશે.” રાણી કહે, “જેમ થવું હોય તેમ થાય. પણ અત્યારે જીવ બચાવવા ઘો.”
કેઢીયાઓએ પોતાના ટેળામાં તેમને દાખલ કર્યા. રાણુને ધળી પછેડી ઓઢાડી દીધી. એવામાં અજીતસેનના સિપાઈઓ શોધખોળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com