________________
શ્રીપાળ પ્રધાને ધીરજ આપી ને બાળરાજની આણ ફેલાવી. પણ શ્રીપાળને કોક અજીતસેન બહુ ખટપટી. તેણે કાવત્રાં કર્યા ને લરકરને ફેડયું. અમલદારોને પણ ફાડયા. રાણી તથા કુંવરનું ખૂન કરવાનું નક્કી કર્યું.
રાણીને એ વાતની ખબર પડી. એટલે મધરાતે કુંવરને લઈ નાઠી. ચારે બાજુ અછતસેનના માણસે એટલે રસ્તે જંગલને લીધે.
અહા ! શું બિહામણું જંગલ ! ઝાડ પર ઝાડ ને જાળાજાંખરાને પાર નહિ ! માંહી સાવજ બોલે ને સિંહ ઘેરે. પણ શું કરે ? જીવ બચાવવા આવા જંગલમાં રાણી નાસે છે. બિચારીએ ઘર બહાર કદી પગ મૂક્યું નથી. તેને વનવગડામાં એકલું રખડવું પડે છે. તેના પગે લેહી નીકળ્યાં, વસ બધાં ફાટી ગયાં.
બીજા દિવસનું સવાર થયું એટલે જગલ પૂરું થવા આવ્યું. અહીં શ્રીપાળ કહે, “ બા ! ભુખ લાગી છે. દૂધ, સાકર ને ચોખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com