________________
તેમ રાજુલ
: ૩ :
શૌરિપુરથી ચાડે છેટે મથુરા નામનું ગાવર શહેર હતું. ત્યાંના રાજા કંસ હતેા. તે ધણુા ક્રૂર હતેા. પેાતાના બાપ ઉગ્રસેનને પણ કેદમાં પૂરી સતાવતા હતા. શ્રીકૃષ્ણ અને બળદેવે આ દુષ્ટ કંસને મારી નાખ્યા; અને ઉગ્રસેનને ફરી ગાઢી આપી. કસ મરાયા એટલે તેના સસરા જરાસંધ ખૂબ ચીડાયે!. તે ધણા માટે રાજા હતા. શૌરીપુરનું રાજ્ય તેની સામે લડી શકે તેમ ન હતું. મથુરાનું રાજ્ય પણ તેની સામે લડી શકે તેમ ન હતું. એટલે તે પેાતાના કુટુંબકબીલાને લઇને ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં તે કાઠિયાવાડમાં આવ્યા. ત્યાં દરિયાકિનારે મેાટી નગરી વસાવી. તેનું નામ દ્વારિકા. શ્રીકૃષ્ણા પરાક્રમી હતા એટલે તેમને દ્વારિકાના રાજા બનાવ્યા.
***
દ્વારિકાની શાભા ઘણીજ હતી, તેમાં માટા મેટા મહેલો ને માટી માટી ખારા બાંધી હતી. મોટાં મોટાં દિશ ને મેટાં માટાં ચૌટાં બનાવ્યાં હતાં. કહેવા બેસીએ તેા કહેવાયજ નહિ ! તેમાં પણ શ્રીકૃષ્ણના શસ્ત્રભંડારની તે વાતજ શી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com