________________
નેમ રાજાલ
- ૧ : એક હતું મોટું શહેર. બરાબર જમના નદીને કિનારે. તેનું નામ શારિપુર. ત્યાં એક ભલા રાજા રાજય કરે. તેમનું નામ સમુદ્રવિજય. તેમની રાણુનું નામ શિવાદેવી. શિવાદેવીથી તેમને એક પુત્ર થશે. તેમનું નામ અરિષ્ટનેમિ. તેમને બધા ને મનાથ પણ કહેતા. શું નેમનાથનું જ્ઞાન ! શું તેમનાથના ગુણ કોઈ એનું વર્ણન કરી શકે નહિ.
રાજા સમુદ્રવિજ્યને નવ ભાઈઓ હતા. બધા તેમનાથી નાના. તેમાં સહુથી નાના વાસુદેવ. નહિ તેમના રૂપને પાર કે નહિ તેમના ગુણને પાર. એ રૂપગુણને લીધે તેમને ઘણા રાજાઓએ તથા શ્રીમતેએ પિતાની પુત્રીઓ પરણાવી. તેમાં રોહિણીથી બળદેવ થયા અને દેવકીથી શ્રીકૃષ્ણ થયા. બંને ભાઈઓ ખૂબ પરાક્રમી હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com