________________
અમરકુમાર
ધુંધળી સાંજ પડી ને રાત થઈ. ધવાને સમય થયા. પણ બ્રાહ્મણીને ઊંઘ આવે નહિ. તેને અમરકુમાર ઉપર ક્રોધ વરસી રહ્યો છે. મનમાં તે બબડે છે: “આ સેતાન છોકરાને શું કરવું? દુનિયામાં ફજેત થયા ને હવે ધન પણ જશે ? દાણ જાણે હવે શું થશે? માટે એને તે પરેજ કરે.”
તેણે હાથમાં એક તણી છરી લીધી ને રાક્ષસી જેવી વિકરાળ થઈને મધરાતે ઘરમાંથી બહાર નીકળી..
તેના ક્રોધથી જાણે ઘડીભર વહેતો પવન પણ બંધ થઈ ગયે. વનચર પશુઓ પણ બોલતા બંધ થઈ ગયા ને સઘળે સુનસુખાકાર થઈ ગયું.
ભયંકર ભૂમિમાં ધ્યાન લગાવીને અમરકુમાર ઊભા છે. બ્રાહ્મણી શોધતી શોધતી નજીક આવી પહોંચી. તેને કોઈ માટે નથી. આંખમાંથી અગ્નિ, વરસે છે. તેણે છરી ઉગામી, પણ હાથ થંભી ગયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com