________________
અમરકુમાર
તેય ફૂલમાળા થાય. અગ્નિ હોય તેય હિમાળો બની
જાય.
ખરેખર ! તેમજ થયું. ભડભડાટ કરતા અગ્નિ ઠંડાગાર થઈ ગયો. ધ્યાનમાં બેઠેલ અમરકુમાર ઈયેગી જે દેખાવા લાગ્યો. તેની કંચન વરણી કાયાને કયાંઈ ડાઘો યે લાગે નહિ. રાજા ધરણુપર ઢળી પડ. મેએ લેહીના ગળા આવ્યા. કુદરતેય અન્યાય કેટલે સાંખે?
સહુને અચરજ થઈ. દેડી દેડીને બાળકના ચરણમાં પડયા. વિનંતિ કરવા લાગ્યા “કૃપા. કરીને રાજાને ઊભું કરે. બનવાની વાત બની ગઈ. પણ તમને કોપ ધટે નહિ.'
અમર કહે “ સહુને સન્મતિ આ. સહુનું કલ્યાણ થાવ. મારે કોઈ સાથે નથી કોધ, નથી વેર.” પાણીની અંજલિ ભરી રાજાને છાંટી એટલે રાજ ઊભો થ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com