________________
અમરકુમાર
કહેશે? જોશીએ ટીપણું કાઢયું, જેશ જોયા, અને માથું ધુણાવીને ટીપણું બંધ કર્યું. રાજા કહે જોશી મહારાજ ! ડેકું કેમ ધુણો છો? જે હેય તે સાચું કહી દે.' જોશીએ ફરી ટીપણું ઉઘાડ્યું. ફરી જોશ જોયા. ડોકું ધુણાવ્યું ને ટીપણું બંધ કર્યું. રાજા કહે: “ જોશી મહારાજ ! ડોકું કેમ ધુણાવો છો ? જોશમાં શું આવે છે? શું કોઈ દેવ કેપ્યા છે કે ધરતીમાતા ભોગ માગે છે? જે હેય તે સાચે સાચું કહી દે.”
જોશીએ વિચાર્યું કે સાચું કહેવા દે. કહ્યા વિના નહિ ચાલે. તે બેલ્યા : “મહારાજ ! ચિત્રશાળાને દરવાજે બત્રીશલક્ષણે બાળ માગે છે. તેને ભોગ આપે તે ચિત્રશાળાને દરવાજે ટકે. નહિતર હરિ ! હરિ!
આ સાંભળી સહુ ઠરી ગયા. કોઈ હાલે કે ચાલે. ચારે કાર સુનસુનકાર
રાજ કહે, “નગરમાં ઢઢો પીટાવે. જે કોઈ બત્રીસ લક્ષણે બાળ આપશે તેને બાળકની ભારોભાર સેનામહોર આપીશ.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com