________________
૧૪
જંબુસ્વામી
કુંભારનો ગધેડે તેના ઘરમાંથી ભાગ્યે. કુંભાર તેની પછવાડે દેડ. કુંભારે પેલા બ્રાહ્મણના છોકરાને કહ્યું કે “અરે! આ ગધેડાને પકડજે ! તે મૂર્ખાએ ગધેડાનું પૂછડું પકડયું. ગધેડે પગની લાત મારવા લાગે તો પણ તેણે પૂછડું મૂક્યું નહિ. એ જેઈલેકે કહેવા લાગ્યાઃ “અરે મૂર્ખ ! પૂંછડું છોડી દે !” ત્યારે પેલા છોકરાએ કહ્યુંઃ “મારી માએ મને એવી શિખામણ આપી છે કે પકડેલું છોડવું નહિ. આ પ્રમાણે તે મૂર્મો ખૂબ દુઃખ પામે.
જંબુકુમાર આ સાંભળી બોલ્યા “ બરાબર ! તમે બધી તે ગધેડા સમાન છે. તમને પકડી રાખવી એ ગદ્ધાપૂછ પકડી રાખવા બરાબર છે. પણ તમે કુળવાન થઈને આવું બેલો છે તે ઠીક નથી.”
આ પ્રમાણે પિતાની સ્ત્રીઓ સાથે ઘણી વાતે થઈ. તેમાં જંબુકુમાર સફળ થયા. બધી સ્ત્રીઓ પણ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ.
વહાણું વાયું. જબુકુમારે માબાપની આગળ રજા માગી. માબાપે વચન આપ્યું હતું એટલે તેમણે રજા આપી. પોતે પણ દીક્ષા લેવાને તૈયાર થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com