________________
જંબુસ્વામી
૧૧ જીવતદાન છે. મારી પાસે વિદ્યા કાંઇ નથી. એક ધર્મ વિદ્યા છે, તે તને આપું.” એમ કહી પ્રભવને તેમણે ધર્મ સમજાવ્યું. પ્રભવને જિંદગીમાં આવી વાતે સાંભળવાને પહેલે જ પ્રસંગ હતે.
તેણે ધનની ગાંસડીઓ ઉતરાવી નાંખી. ઊંઘ પાછી ખેંચી લીધી. અને હાથ જોડી બોલ્યા “જંબુમાર! ધન્ય છે તમને કે ધનના ઢગલા છેડી, અસરા જેવી સ્ત્રીઓ છોડી દીક્ષા લો છો. હું તો મહાપાપી છું. ધન મેળવવાને નીચમાં નીચ ધંધા કરું છું. પણ આજે મને આખા જીવનનું ભાન થયું. સવારે હું પણ બધા ગેરે સહિત તમારી સાથે દીક્ષા લઈશ.”
આ વખતે બધી સ્ત્રીઓ જાગી ઉઠી હતી. તે જબુમારને દીક્ષા ન લેવા સમજાવવા લાગી.
એક સ્ત્રી કહે, “વામીનાથ ! આપ દીક્ષા લેવા તૈયાર થયા છે પણ પાછળથી બક ખેડૂતની માફક
પસ્તાશો.)
પ્રભવ કહે, “બક ખેડૂતની શી વાત છે તે મને જણાવો!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com