________________
જંબુસ્વામી માબાપ બોલ્યા “બેટા ચારિત્ર લેવું ખૂબ દોહ્યલું છે. વ્રત ખાંડાની ધાર જેવું છે. તું તે હજી બાળારાજા કહેવાય. તારાથી સાધુનાં આકરાં વ્રતો કેમ પળાશે? વળી તારા વિના અમને ઘડીયે ગોઠે નહિ.”
જંબુકુમાર બોલ્યા: “પૂજય માતાપિતા! ચારિત્ર બહુ દોહ્યલું છે એ વાત ખરી. પણ તેનાથી તે કાયરેજ ડરે. હું તમારી કૂખે જન છું. વ્રત લઈને જીવ જતાં પણ ભાંગીશ નહિ. આપનું હેત મારા પર અપાર છે. એટલે મારા વિના આપને નજ ગેછે. પણ એવા વિજોગનું દુઃખ સહન કર્યા વિના છૂટકે નથી. માટે મને રાજી થઇને આજ્ઞા આપો !”
માબાપ કહે, “પુત્ર ! જો તને સંજમ લેવાની ખૂબ ઇચ્છા હોય તે પણ અમારું માન રાખ. અમે પણ તારા વડીલે છીએ. તારા માટે જે કન્યાઓ અમે સ્વીકારી છે તેની સાથે લગ્ન કર. પછી તારી ઇચ્છા હોય તો સુખેથી દીક્ષા લેજે, ”
જંબુકુમારે કહ્યું “આપની આજ્ઞા હું માથે ચડાવીશ. પણ પછી મને દીક્ષાથી આપ રોકશે નહિ.”
માબાપે કહ્યું : “બહુ સારુ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com