________________
જંબુસ્વામી હરખે ઊભરાયું. હિંડળો બંધ રાખે. ગુરુ આવ્યાની વધામણી બદલ ગળામાંથી મોતીની કંઠી કાઢી વનપાળને આપી. વનપાળ રાજી થઈ ચાલ્યો ગયે.
જંબુમાર બોલ્યા: “સારથિ! સારથિ ! થે જોડા વૈરારગિરિ પર ગુરુરાજ પધાર્યા છે. તેમના દર્શને જવું છે. ”
કોતરણીવાળ સુંદર રથ જોડાયે. તેમાં બેસી જંબુકમાર વૈભારગિરિ તરફ ચાલ્યા. તે રાજગૃહીની તદ્દન નજીક એટલે થોડા વખતમાં ત્યાં પહોંચ્યા.
સુધર્માસ્વામી પ્રભુ મહાવીરના ગણધર. આખા જૈન સંધના તે વખતના નેતા. એમના ઉપદેશમાં અમૃતના વરસાદ સિવાય બીજું શું છે?
જંબુકમાર એમને વંદન કરી ઉપદેશ સાંભળવા લાગ્યા. જેમ જેમ ઉપદેશ સાંભળતા ગયા તેમ તેમ મન પલટાવા લાગ્યું. ઉપદેશ પૂરો થતાં તે જંબુકુમારનું હૈયું વૈરાગ્યથી ભરાઈ ગયું.
તે હાથ જોડીને બેલ્યા : “ પ્રભો ! મારે દીક્ષા લેવી છે. માતાપિતાની રજા લઈને આવું ત્યાં સુધી શેકાવા કૃપા કરે.” સુધર્માસ્વામીએ તે સ્વીકાર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com