________________
ઇલાચીકુમાર
૧૫
આગળ આટલી રૂપવતી સ્ત્રી ઊભી છે પણ તેમનું રુવાડું' પણ ફરકતું નથી. અને હું! હું તા એક નટડીને કાજે ધરબાર, ધર્મ ધ્યાન બધુ છેડીને દેશદેશાવર ભટકું છું. પેલા મુનિરાજને એ સ્ત્રી આગ્રહ કરી કરીને વહેરાવે છે પણ એ લેતા નથી. અને હું દાન લેવાને માટે જીવના જોખમે આ વાંસ પર ચડીને ખેલ કરું છું. અને તેમ છતાં યે દાન મળતું નથી.'
'
• ખરેખર ! આ માહુમાં ફસાઇ મે મારા અમૂલ્ય વખત નકામા ગાળ્યા. હુવે તા હું પણ એ સાધુરાજ જેવા થાઉં, અને એમના જીવનના આનંદ અનુભવું. ’
આવા વિચારે કરતાં કરતાં ઈલાચીના મનની પવિત્રતા એકદમ વધી ગઇ. અને તેને યાંજ જગતનું સાચું જ્ઞાન–કેવળજ્ઞાન થયું.
અહીં નટકન્યા પણ વિચારવા લાગી; ‘બન્યુ આ રૂપ ! આ રૂપને માહી ઇલાચીએ ધરબાર ઢાડયાં અને આટલાં દુઃખ ભાગમાં. વળી આ રાજાને પણ અવળી મતિ સૂઝી. હા ! આ જીવે જન્મીને શું સારુ કર્યું ? હવે કયાં સુધી આવું જીવન જીવવું ? ચાલ હવે તે। મન, વચન ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com