________________
શ્રી રીખવદેવ વિનંતિ કરી કે “ભગવાન મારે ત્યાંથી ભિક્ષા લઈ મને પાવન કરો. આપને લેવા લાયક આ શેરડીનો રસ તૈયાર છે.”
આ સાંભળી શ્રી રીખવદેવે પિતાના બેહાથ ધર્યા. હાથે એ જ તેમનું વાસણ હતું. આમ એક વરસની આખરે શ્રેયાંસકુમારે શ્રી રીખવદેવને શુદ્ધ ભિક્ષા આપી.
શ્રી રીખવદેવે એનાથી પારણું કર્યું, એટલે સઘળા લોકો હરખાયા, તેમણે બધાએ શ્રેયાંસકુમારને ધન્યવાદ આપ્યો ને કહેવા લાગ્યા કે ધન્ય આવા સુપાત્રને ! ધન્ય આવા દાન દેનારને!'
આદિનાથ ભગવાન આ પ્રમાણે ઘણું ફર્યા. ફરતાં ફરતાં તેમને દુનિયાનું સાચું અને પુરું જ્ઞાન એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે લોકોને ઉપદેશ દીધો.
પોતાની ભૂલો સુધારી જીવનને પવિત્ર બનાવવું.
કઈ જીવને મારવો નહિ. સહુ સાથે હેતથી વર્તવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com