________________
ઈલાચીકુમાર પગે લાગ્યું. રાજા કહેઃ “નટરાજ ! તમે બહુ ચતુર છે, પણ મેં તમારે ખેલ જે નથી. મારું મન રાજકાજના વિચારમાં રોકાયું હતું. - ઇલાચી ફરીથી ખેલ કરવા મંડ. નટ લેકે જોરથી પિતાના ઢેલ વગાડવા લાગ્યા. “એય ભલા! એય ભલા !” કહી તેને શૂર ચડાવવા લાગ્યા. ઈલાચીએ અદ્દભુત ખેલ કર્યો. પછી નીચે ઊતરી રાજાને સલામ ભરી. રાજાએ કહ્યું “નાયક ! તમે ખેલ કરવા માંડશે ને હું જરા વાતે વળગે. તમારો ખેલ જોવા નહિ. પરી ખેલ કરે. આ વખતે ધ્યાનથી જોઈશ.”
ઈલાચી ત્રીજી વખત ખેલ કરવા લાગે. પણ રાજા પ્રસન્ન થયે નહિ. રાજાના પેટમાં પાપ હતું કે આ કોઈ રીતે મરે છે એટલે તે શેને વખાણે?
ઈલાચી નિરાશ થયા. આ જોઈ નટડીએ કહ્યું: “ઈલાચી ! નિરાશ ન થાઓ. થોડા સારું બધું બગાડશે નહિ. એક વખત ફરીથી ખેલ કરીને રાજાને પ્રસન્ન કરે, નહિતર આપણાં લગ્ન નહિ થાય.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com